લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

જ્યાં અનેક સીસીટીવી કેમેરા લાગેલા છે તે મોરબીના નગર દરવાજા ચોકમાંથી બાઈકની ચોરી...!


SHARE





જ્યાં અનેક સીસીટીવી કેમેરા લાગેલા છે તે મોરબીના નગર દરવાજા ચોકમાંથી બાઈકની ચોરી...!

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં યુવાને પોતાનુ બાઇક પાર્ક કર્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લાલપર ગામ પાસે આવેલ અજંતા એપાર્ટમેન્ટ બ્લોક નંબર સી/601 માં રહેતા પપ્પુભાઈ કૈલાશભાઈ શાહુ જાતે તેલી (ઉંમર વર્ષ 32) એ પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 3640 મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં ચપ્પલની લારી પાસે ઉભું રાખ્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

માળીયા મીયાણામાં ત્રણ રસ્તા પાસે રહેતા જેનાબેન અકબરભાઈ મોવરના રહેણાંક મકાનની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 15 લીટર દેશી દારૂ તથા 260 લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ 820 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર જેનાબેન અકબરભાઈ મહુવા (ઉંમર વર્ષ 52) રહે માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસે વાળી મળી આવી હોય તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Latest News