ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

"ફેમેલીનું એકાદુ મેમ્બર ઓછુ થઇ જાશે" તેવી ટેલીફોનીક ધમકી આપી મોરબીના નવા ઇશનપુર ગામના આધેડને કોંઢના શખ્સની લુખી દાટી..!


SHARE





























"ફેમેલીનું એકાદુ મેમ્બર ઓછુ થઇ જાશે" તેવી ટેલીફોનીક ધમકી આપી મોરબીના નવા ઇશનપુર ગામના આધેડને કોંઢના શખ્સની લુખી દાટી..!

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલ હોય તેવા અવનવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. મોરબી જીલ્લામાં અને ખઆસ કરીને વાંકાનેર પંથકમાં ભારે મોટી માત્રામાં દેશી-વિદેશી દારૂ તેમજ બુટલેગરો દ્રારા પોલીસ ઉપર હુમલો તેમજ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લેન્ડગ્રેબીંગ અને શાહુકાર ધારાની બીક જ ન હોય તેમ પઠાણી વ્યાજ વસૂલાતના ધીકતા ધંધા ચાલી રહ્યા છે આ બધુ સ્થાનીક પોલીસની રહેમ નજર વિના શક્ય જ નથી. તેવામાં મોરબીના હળવદમાં જુદી-જુદી બે જગ્યાઓએ બે વિચિત્ર કિસ્સાઓ સામે આવ્યો છે જેમાં કંઈક વાતચીત વિના લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય તેમ ફોન ઉપર ધમકી મારીને પૈસા પડાવવાનો પણ ધંધો ધમધોકાર ચાલતો હોય તેવું સામે આવ્યું છે.આગલા દિવસે કોંઢ ગામના શખ્સની આ જ બાબતે ધરપકડ થયા બાદ ગઈકાલે હળવદ પંથકના નવા ઇસનપુર ગામના ભોગ બનેલા આધેડે વધુ એક ફરિયાદ નોંધાવી છે જેમાં "ઘરનું એકાદ ફેમીલી મેમ્બર ઓછુ થઈ જશે." તેવી ફોનમાં કોંઢ ગામમા બે ઇસમો દ્વારા ધમકી આપીને પૈસાની ઊઘરાણી કરવામાં આવતી હોય તે વાતને લઈને ફરિયાદ નોંધાવવામાં આવતાં હવે હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લાની કથળેલ હાલત બાબતે રાજયના ગૃહવિભાગે ઘટતું કરવા અસરકારક પગલાં લેવા જોઈએ તેવી પ્રબુધ્ધ નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે.

હળવદ પોલીસ મથક ખાતે ગઇકાલે ભોગ બનેલા ડાયાભાઇ લવજીભાઇ પરમાર જાતે દલવાડી (ઉ.વ.૬૦) ધંધો ખેતી રહે.નવા ઇશનપુર તા.હળવદ જી.મોરબીએ જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા રહે.કોંઢ તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર અને પાર્થભાઇ અશોકભાઇ લુવાણા રહે. હળવદ તા.હળવદ જી.મોરબી સામે ફરીયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતુ કે ગત તા.૨-૩-૨૧ થી તા.૨૯.૭-૨૧ દરમ્યાનમાં તેમના ઘરે આવીને તેમજ ફોનમાં જસપાલસિંહએ ફોન કરી ડાયાભાઇ પરમારને "તમારા ફેમેલીનું એકાદુ મેમ્બર ઓછુ થઇ જાયસે" તેવી ટેલીફોનીક ધમકી આપીને તથા જસપાલસિંહએ ફરીયાદી ડાયાભાઇના ધરના દરવાજે જઇને ફરીયાદી તથા તેના પરીવારના સભ્યો પાસે જઇ રૂપીયાની ઉઘરાણી બાબતે જેમફાવે તેમ ગાળો આપેલ અને ફરીયાદીના પુત્ર સાહેદ દિનેશભાઇને મારી નાંખવાની ધમકી આપેલ તથા સાહેદો કોરોનાની રસી લેવા હળવદ આવેલ ત્યારે વેગડવાવના રસ્તે રેલ્વે ફાટક નજીક આરોપી જસપાલસિંહ અને તેના મિત્ર પાર્થભાઇ લોહાણાએ ફરીયાદીના પરીવારને પૈસા બાબતે બોલાચાલી કરી બંને આરોપીઓએ ફરીયાદી ડાયાભાઇના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી..! (જોકે કેટલા પૈસાની માંગણી કરવામાં આવેલ અને શેના પૈસા લેવાના હતા તે બાબતનો પોલીસ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો ન હતો.) હાલ હળવદ પોલીસે કલમ ૫૦૬(૨), ૫૦૭, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ બે પૈકીના જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા રહે.કોંઢ તા.ધ્રાંગધ્રાની ધરપકડ કરીને તેના મિત્ર પાર્થભાઇ અશોકભાઇ લુવાણા રહે.હળવદની શોધખોળ હાથ ધરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News