મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

અધુરા માસે જન્મેલ પુત્ર અવારનવાર બીમાર રહેતો હોય તેમજ કરીયાવર મુદદે મોરબીની પરણીતાને સાસરીયાઓનો ત્રાસ


SHARE













અધુરા માસે જન્મેલ પુત્ર અવારનવાર બીમાર રહેતો હોય તેમજ કરીયાવર મુદદે મોરબીની પરણીતાને સાસરીયાઓનો ત્રાસ

મોરબીની વતની એવી બાબાજી યુવતીના લગ્ન મહુવા ખાતે થયેલા હોય અને ચારેક વર્ષના લગ્નજીવન દરમિયાન યુવતીને અધૂરા માસે બાળકનો જન્મ થયો હોય બાળક અવારનવાર બીમાર પડતું હોય તે બાબતને લઇને તેમજ અવારનવાર કરિયાવર સહિતની બાબતોએ મેંણા મારીને પરિણીતાની પજવણી કરી મારકુટ કરવામાં આવતુ હોય અંતે ભોગ બનેલી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધાવતા મોરબી મહીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નરસંગ ટેકરી મંદીરની પાછળની ૨-શક્તિ સોસાયટીમાં રહેતા નરેશભાઈ ભાગવતદાસ વૈષ્ણવની દિકરી કોમલબેન વિવેકભાઈ હરેશભાઈ કુબાવત જાતે બાવાજી (ઉ.વ.૨૫) હાલ રહે.મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક મંગલમુર્તી-૧ તા.મહુવા જી.ભાવનગર ના લગ્ન ચારેક વર્ષ પહેલા મહુવાના વિવેકભાઈ હરેશભાઈ કુબાવતની સાથે થયેલ છે.તા.૭-૧૨-૨૦૧૭ થી તા.૫-૯-૨૦૨૧ દરમિયાન અવાનવાર કોમલબેનને પતિ સહીતના સાસરીયાઓ ત્રાસ દેતા હતા.કોમલબેનને સાસરીયાપક્ષના લોકો ત્રાસ આપતા હતા કારણકે કોમલબેનનો દિકરો વિદિત કેજે અધુરા માસે જન્મેલ હોય જેથી શારીરિક ખામી હોવાના કારણે અવારનવાર બીમાર પડી જતો હોય તેમજ કરિયાવર તથા જીયાણાની વસ્તુઓ બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે અવારનવાર પતિ સહિતનાઓ મેણાટોણા મારીને ગાળો આપતા તેમજ પતિએ ગાલ ઉપર તમાચા મારીને તથા દિયર જયદિપે કોમલબેનને છાતીના ભાગે લાત મારીને મા-દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરીક અને માનસિક દુ:ખત્રાસ આપતા કોમલબેન માવતરે મોરબી આવ્યા હતા અને સારવાર લીધા બાદ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ વિવેકભાઈ હરેશભાઈ કુબાવત, સસરા હરેશભાઈ રામકૃષ્ણ કુબાવત, સાસુ કુંદનબેન હરેશભાઈ કુબાવત અને દિયર જયદિપભાઈ હરેશભાઈ કુબાવત રહે.બધા મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક " મંગલમુર્તી ’ તા.મહુવા જિ.ભાવનગર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોધ્યો છે જેની તપાસ પીઆઇ વી.એલ.સાકરીયા ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News