મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી LCB ની ટીમે ૨૩ ચોરાઉ મોબાઈલ ફોન સાથે એકને દબોચ્યો: ૧.૩૦ લાખનો મુદામાલ કબજે


SHARE











મોરબી LCB ની ટીમે ૨૩ ચોરાઉ મોબાઈલ ફોન સાથે એકને દબોચ્યો: ૧.૩૦ લાખનો મુદામાલ કબજે

મોરબી તાલુકાનાં જાંબુડીયા ગામ પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપ ચાર શખ્સો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને ચોરીની ફરિયાદ નોંધાઈ હતી તતેના આધારે પોલીસે એક આરોપીને ઝડપી લીધેલ છે અને હાલમાં પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચોરી કે ચીલઝડપ કરીને મેળવેલા ૨૩ મોબાઇલ ફોન અને એક બાઇક એમ કુલ મળીને ૧.૩૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી એલસીબીના પીઆઇ દિપક ઢોલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે અને ચોરી, ચીલ ઝડપ સહિતના ગુનાના ભેદને ઉકેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલની ચીલ ઝડપની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીની ટીમે મળેલ હકીકત આધારે આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા (૨૧) રહે.  પટેલ સોસાયટી સામે, રામકૃષ્ણનગર મોરબી વાળાની જુદીજુદી કંપનીના ૨૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરી હતી ત્યાર બાદ તેને મોબાઇલ ફોન વિષે પુછવામાં આવતા તેને પોતાના મિત્રો સાથે મળીને અલગ અલગ જગ્યાએથી જુદાજુદા સમયે ચીલઝડપ કે ચોરી કરીને મેળવ્યા હોવાની કબૂલાત આપેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીએ તેના મિત્રોની સાથે મળીને મોરબી તાલુકાના બેલા, રંગપર, ઘુટ રોડ, લખધીરપુર રોડ, જાંબુડીયા, સરતાનપર રોડ, માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાના વિસ્તારમાંથી મજુર પાસેથી ફોન કરવાનુ કહીને મોબાઈલ ફોનની ચિલઝડપ કરીને અથવા તો આચકી પડાવીને ભાગી જતાં હતા અને આ રીતે તેને આ મોબાઈલ ફોન મેળવેલ છે જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસેથી મજુર પાસેથી રીયલ મી કંપનીનો ઍક મોબાઇલ ફોન આચકીને ચિલઝડપ કરી મેળવેલ હોવાનું સામે આવ્યું છે અને તે બાબતે ગુન્હો નોંધાયો છે તેમાં હાલમાં આ આરોપીની પોલીસે આગળની કાર્યવાહી કરી છે અને આ શખ્સ પાસેથી પોલીસે ૨૩ મોબાઇલ ફોન જેની કિંમત ૧,૧૫,૦૦૦ તથા એક બાઇક જેની કિંમત ૧૫,૦૦૦ આમ કુલ મળીને ૧.૩૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે






Latest News