લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા


SHARE





મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા

મોરબી જિલ્લા સહિત રાજકોટ રેંજમાં વ્યાજખોરોની સામે પોલીસે લાલા આંખ કરી હતી અને લોકોને ડરાવી ધમકાવીને વધુ રૂપિયા પડાવતા વ્યાજખોરોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવતા અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવતી હતી ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન્મા કુલ મળીને ૨૧ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી સમગ્ર રાજયમાં વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લાલ આંખ કરી છે અને પોલીસના લોક દરબાર પણ યોજાયા રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો આ જીલ્લામાં રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં પોલીસનો લોક દરબાર યોજાયો ત્યાર બાદ જુદાજુદા પોલીસ મથકોમાં વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવેલ છે અને મોરબી જીલ્લામાં પોલીસનો પ્રથમ લોકદરબાર યોજાયો ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ મળીને ૨૧ ફરિયાદ જુદાજુદા પોલીસ મથકોમાં ભોગ બનેલા લોકો દ્વારા કરવામાં આવેલ છે અને હજુ પણ ઘણા લોકો ફરિયાદ કરવા માટે સામે આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસે ૨૧ ગુનામાં કુલ મળીને ૩૯ શખ્સોની ધરપકડ કરેલ છે તેમજ લોકો રૂપિયાની જરૂર હોય ત્યારે વ્યાજખોર પાસે જવાના બદલે અધિકૃત બેન્ક કે પેઢી પાસેથી જ નાણાં મેળવે તેના માટે પોલીસ દ્વારા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ લોન મેળાના પણ આયોજન કરવામાં આવ્યા હતા




Latest News