લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ ચોકડીએથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE





હળવદ ચોકડીએથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા માટે અને ગુન્હેગારો પકડવા માટે એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ અને તેની ટિમ કામ કરી રહી છે ત્યારે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે એક ઇસમ હળવદની મોરબી ચોકડી ખાતેથી નિકળનાર છે જેથી હળવદ મોરબી ચોકડી ખાતે વોચ ગોઠવેલ હતી ત્યારે રાજેશ નાગરભાઇ સાપરા કોળી (૨૫) રહે. મોડેલ સ્કુલ પાછળ, હળવદ વાળો નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોરટ સાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે બાઇકને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવ્યુ હતું જેથી તેની વધુ સઘન પુછપરછ કરી હતી અને પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન અને ચેસીસ નંબર ચેક કરતાં આ બાઇક હળવદ લક્ષ્મીનરાયણ ચોક પાસેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હળવદની બાઇક ચોરીના ગુનામાં તેની ધરપકડ કરી હતી અને ૩૦,૦૦૦ ના બાઇક સાથે આરોપીને હાલમાં હળવદ પોલીસે સ્ટેશનને સોપવામાં આવેલ છે.




Latest News