મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધાકીય હરીફાઈમાં ઓફિસ બહાર સૂતેલા ટ્રાન્સપોર્ટર ઉપર હુમલો


SHARE











મોરબીમાં ધંધાકીય હરીફાઈમાં ઓફિસ બહાર સૂતેલા ટ્રાન્સપોર્ટર ઉપર હુમલો

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક ટ્રાન્સપોર્ટની ઓફીસની બહાર સુતેલા યુવાન ઉપર ગાડીમાં આવેલા પાંચ-છ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ધંધાકીય અદાવતમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ હિંગળાજ ટ્રાન્સપોર્ટમા રહેતા અને ત્યાં કામકાજ કરતા સોકતભાઈ બાનુખાન ખલી નામનો ૨૯ વર્ષનો યુવાન રાત્રિના ઓફિસના બહાર સૂતો હતો ત્યારે કારમાં આવેલા પાંચ-છ લોકો દ્વારા તેને મૂઢમાર મારવામાં આવ્યો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે ધંધાકીય અદાવતમાં સોકતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જે અંગે આગળની તપાસ ચાલુ છે.

ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું મોત

મોરબીના રહેવાસી અને મૂળ અણીયારી ગામના વતની શિક્ષકનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજેલ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહીતી મુજબ જગદિશભાઇ ખીમજીભાઇ બાવરવા જાતે પટેલ (ઉ.વ.૫૧) હાલ રહે.મોરબી સરદારનગર કિંગ પેલેશ કન્યા છાત્રાલય રોડ મોરબી-૧ કે જેઓ મહેન્દ્રગઢ ગામે પ્રાથમીક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા હોઇ અને પ્રાથમીક શાળાના રૂમ નં.૧ માં ધોરણ ૧-૨ વર્ગમા હાજર હતા તે વખતે તેઓને અચાનક છાતીમા દુ:ખાવો થતા પ્રથમ કારમા મોરબીની ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમા લઇ જતા ફરજ પરના ડોકટરે જોઇ તપાસીને મૃત હોવાનું જાહેર કર્યુ હતુ.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જાજાસર ગામના વતની સરોજબેન જીવણભાઈ નાટડા નામના ૪૦ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકમાં પાછળ બેસીને જોડિયા તાલુકાના મોરાણા ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં આમરણ પાસેના ડાયમંડનગર નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ૧૦૮ વડે તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલેથી બનાવ અંગે જાણ થતા હાલમાં તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News