લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મેન્ટેનન્સ કરનાર પિતા-પુત્રની જામીન અરજી નામંજુર


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે અને તે પૈકીનાં વધુ બે આરોપી દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં બંને પક્ષેથી દલીલ ગઇકાલે કરવામાં આવી હતી ત્યારબાદ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે બંનેની જામીન અરજીના નામંજૂર કરી શકે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે,  મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, પ્રકાશ લાલજીભાઈ પરમારની ધરપકડ કરીને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને છેલ્લે જયસુખભાઇ પટેલના પણ રિમાન્ડ પૂરા થતાં તેને પણ જેલ હવાલે કરવામાં આવેલ છે

જો કે, મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશ લાલજીભાઈ પરમારની જામીન માટે અરજી કરેલ હતી જેના માટે ગુરુવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને આરોપીના વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં તેના અસિલનો કોઈ રોલ જ નથી તેવુ કહીને તેઓએ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની સૂચન મુજબ કામ કર્યું છે તેવું કહ્યું હતું જો કે, સરકારી વકીલે કરેલી દલીલને કોર્ટે ધ્યાને લીધેલ છે અને અને મેન્ટેનન્સનું કામ કરનાર પિતા પુત્ર બંને આરોપીની જામીન અરજી માટે નામંજુર કરેલ છે




Latest News