મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭,૨૦૦ ની ચોરી


SHARE













વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી

વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧ માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને આરોપીએ બે કબાટમાથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે મહિલાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર લીમડા લાઇન રજપુતપરા શેરી નં. ૨ સોની વાડીની સામે વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.૨૦૧ માં રહેતા દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.૩૧)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૫/૯ ના સવારે ૯:૪૫થી લઈને તા.૬/૯ ના કલાક ૧૦:૦૦ સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાનું વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧માં બંધ મકાન હતું તેના મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમા પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટને કોસ જેવા હથીયારથી ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડા ૨૨૦૦૦, બીજા કબાટમા રહેલ રોકડા ૧૮૫૦૦ તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઇને આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News