મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને જુગાર રમવા માટે રાજકોટના શખ્સ પાસેથી લીધેલા ૨૦ લાખ પરત આપી દીધા છતાં યુવાનને માર માર્યો !


SHARE











મોરબીના યુવાને જુગાર રમવા માટે રાજકોટના શખ્સ પાસેથી લીધેલા ૨૦ લાખ પરત આપી દીધા છતાં યુવાનને માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર પાસે મહાકાલી પ્લોટમા રહેતા અને સીરામીકનો વેપાર કરતાં યુવાને રાજકોટના શખ્સ પાસેથી જુગાર રમવા માટે વીસ લાખ રૂપિયા લીધા હતા જે યુવાને પાર્ટ આપી દીધા હતા તો પણ તેની પાસેથી રૂપિયાની ફોન ઉપર ઉઘરાણી કરવામાં આવતી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી અને ગઇકાલે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા યુવાનને રોકીને લાકડીના ધોકા વડે માથામા તથા શરીરે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટના શખ્સ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે મહાકાલી પ્લોટમા રહેતા અને સીરામીકનો વેપાર કરતાં કપીલભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (ઉ.૩૮) એ હાલમાં નરેશભાઈ ભરવાડ તથા સફેદ કલરની કાર નં. જી.જે. ૩ એચ.કે. ૦૦૮૭ મા આવેલ અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, ગઇકાલે તા ૭/૯ ના રોજ બપોરના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં રામધન આશ્રમ સામે ધર્મેન્દ્ર હાઈટસના કાચા રસ્તા પર આરોપીઓ કારમાં આવ્યા હતા અને આરોપી નરેશભાઈ ભરવાડ રહે. રાજકોટ વાળા પાસેથી ફરિયાદી યુવાને વીસ લાખ રૂપીયા જુગાર રમવા માટે લીધેલ હતા જે આરોપીને પરત આપી દીધા હતા છતા પણ તેની ફોન કરીને પૈસાની ઉઘરાણી  કરવામાં આવતી હતી અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા અને કાર નંબર જી.જે. ૩ એચ.કે. ૦૦૮૭ મા અજાણયા ત્રણ માણસોને મોકલી ફરીયાદીને રસ્તામા રોકી ગેરકાયદેસર અવરોધ કરી અજાણ્યા ત્રણ માણસોએ લાકડીના ધોકા વડે માથામા તથા શરીરે માર મારી માથામા ફેકચર જેવી ઈજા કરી હતી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઈ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૭, ૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News