મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક સિટીના પાર્કિંગમાંથી બુલેટની ચોરી


SHARE











મોરબી નજીક સિરામિક સિટીના પાર્કિંગમાંથી બુલેટની ચોરી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ સિરામિક સિટીના પાર્કિંગમાં પાર્ક કરેલ બુલેટની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડિયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી ઈ-૩ ના ફલેટ નંબર ૧૦૩ માં રહેતા રુદ્ર હસમુખભાઈ અઘારા (૨૧)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે સિરામિક સિટી ઈ-૩ ના પાર્કિંગમાં તેનું બુલેટ નંબર જીજે ૩૬ એબી ૨૧૮૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧.૨૦ લાખ રૂપિયાની કિંમતનું બુલેટ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

કારમાં નુકસાન
રાજકોટમાં મનહરપરા શેરી નં-૨ માં ચામુંડા પાન પાસે રહેતો વિપુલભાઈ ગોવિંદભાઈ સોરાણી જાતે કોળી (૩૨) નામનો યુવાન તેની વરના કાર નં- જીજે ૩ ઇએલ ૮૪૦૬ લઈને માળીયા તાલુકાના હરીપર ગામ પાસે રેલવે બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇટેન કાર નં જીજે ૧૦ સીજી ૪૯૦૩ ના ચાલકે બેફિકરાઈથી તેની ગાડી ચલાવીને વિપુલ સોરાણીની ગાડીમાં પાછળ અથડાવી હતી જેથી કારમાં નુકસાન થયું હોવાથી વિપુલભાઈ સોરાણી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ મનસુખભાઈ નકુમ જાતે દલવાડી (૨૪) રહે. વાલકેશ્વર નગરી પ્લોટ નંબર ૧૩૦ સાત રસ્તાની બાજુમાં જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી કેનાલ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈક ઉપર બેઠેલ કમલેશ જાંબર (૨૦), કરમશી જાંબર (૪૦) અને જાઉદ જાંબર (૧૦) ને ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News