મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા બોર્ડનો હાઉ દૂર કરવા માટે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રીબોર્ડ એકઝામનું આયોજન


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા બોર્ડનો હાઉ દૂર કરવા માટે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રીબોર્ડ એકઝામનું આયોજન

કોઈપણ વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાએ ખૂબ કપરી ગણાતી હોય છે અને તે પરીક્ષાનો એક પ્રકારનો હાઉ વિદ્યાર્થીના માનસ ઉપર અંકિત થઈ ગયેલો હોય છે માટે ગમે તેટલી તૈયારી કરી હોય તો પણ તે ઘણી વખત નર્વસ થઈ જતો હોય છે આવું ન થાય તે માટે મોરબીની જાણીતી ગીતાંજલી વિદ્યાલય દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડ એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે તેવું આયોજકો દ્વારા જણાવ્યું છે.

ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-એસએસસી તથા પ્રિ-એચએસસી પરીક્ષાનું આયોજન કરેલ છે આ પરીક્ષામાં ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા , રસીદ, ઉતરવહી , બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ-બોર્ડ પરીક્ષા દ્રારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરેલ છે.જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો ડર હોય બોર્ડ પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે આ પ્રિપરીક્ષાનુ આયોજન કરેલ છે.કોઈપણ સ્કુલમાં ભણતા ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીએ ફકત લીંક પર રજીસ્ટ્રેશન કરાવાનુ છે નીચેની લીંક પર રજીસ્ટ્રશન કરી આપ આ પરીક્ષા આપી શકશેઆ લીંક પર રજીસ્ટ્રેશન સાથે એક બીજો ઓપ્શન છે જેમાં આપે વોટ્સએપ નંબર પર નામ, ધોરણ, સ્કુલનુ નામ તથા વિષય લખી મોકલો તો પણ રજીસ્ટ્રેશન થઇ જશે.પરીક્ષા તા.૨૬-૨ ને રવિવારે ગીતાંજલી વિદ્યાલય વૈભવનગર સોસાયટી સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.વધુ વિગતો માટે મોબાઇલ નંબર ૭૦૧૬૨ ૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪ ૬૦૬૪૧ ઉરર સંપર્ક કરવા તેમજ આ પરીક્ષામાં ધોરણ ૧૦ માટે સ્ટાન્ડર્ડ ગણિત અને બેજીક ગણિત તથા ધોરણ ૧૨ કોમર્સ માટે એકાઉન્ટ, ૧૨ આર્ટસ માટે મનોવિજ્ઞાનની વિગેરે પેપરની વ્યવસ્થા કરેલ છે.

રજીસ્ટ્રેશન માટેની લીંક :

https://surveyheart.com/form/63eb70e021ac1707368a4dcf






Latest News