અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

પારકી ઉપાધી: હળવદમાં ઉછીના રૂપિયા લેવા આવેલા શખ્સને ગાળો બોલવાની ના કહેવા ગયેલા યુવાને માર માર્યો


SHARE







પારકી ઉપાધી: હળવદમાં ઉછીના રૂપિયા લેવા આવેલા શખ્સને ગાળો બોલવાની ના કહેવા ગયેલા યુવાને માર માર્યો

હળવદ શહેરમાં સ્મશાન પાસે સીતારામ મઢુલી નજીક ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે આવેલ શખ્સ ગાળો બોલતો હતો જેથી કરીને તેને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી રોષે ભરાયેલા શખ્સે લોખંડના પાઇપ વડે તેને માર માર્યો હોવાથી તે યુવાનને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની વાણીયાવાડમાં રહેતા ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (૨૫) એ પિયુષભાઈ ચીમનભાઈ સચાણીયા રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પિયુષભાઈ સચાણીયાએ ચેતનભાઇ ગોહિલને ૧૦૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા જે પૈસાની ઉઘરાણી કરવા માટે તે જેમ ફાવે તેમ ગાળો બોલી રહ્યો હતો જેથી કરીને ફરિયાદી ચિંતનભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં આરોપી પિયુષભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાના બાઈકમાંથી લોખંડનો પાઇપ કાઢીને ચિંતનભાઈને ડાબા હાથમાં તથા વાસના ભાગે માર્યો હતો અને શરીરે ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ચિંતનભાઈ રાવલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પિયુષભાઈ સચાણીયા સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News