વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

હળવદ-વાંકાનેરમાં વરલી જુગારની રેડ: ૩૦૦૫૦ ના મુદામાલ સાથે ત્રણ પકડાયા


SHARE







હળવદ-વાંકાનેરમાં વરલી જુગારની રેડ: ૩૦૦૫૦ ના મુદામાલ સાથે ત્રણ પકડાયા

હળવદમાં પંચમુખી ઢોરા પાસે મંદિર વાળી શેરીમાં વરલી જુગારના આંકડા લેતા આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૫૨૭૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં પંચમુખી ઢોરા પાસે શંકરના મંદિર વાળી શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૧૫૨૭૦ ની રોકડ તથા ૧૦૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળીને ૨૫૨૭૦ ની કિંમતના મુદ્દા માલ સાથે ભરતભાઈ ગોરધનભાઈ પાટડીયા જાતે કોળી (૩૩) રહે. પંચમુખી ઢોરા પાસે હળવદ અને પ્રદીપભાઈ સંજયભાઈ ભામરે જાતે પાટીલ (૨૮) રહે જીઆઇડીસી દૂધ ડેરી પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અનિલભાઈ જેરામભાઈ દેકાવાડીયા જાતે કોળી રહે. હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર મીલ સોસાયટીમાં જાહેરમાં આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા દેવરાજભાઈ ઉર્ફે પીન્ટો નાગજીભાઈ સુરેલા જાતે કોળી (૩૪) રહે. વીસીપરા રેલવે સ્ટેશન પાસે વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૪૭૮૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News