મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબી-ટંકારમાં કરા પડ્યા, કમૌસમી વરસાદથી હોળીના છાણાં ભિજાઈજતાં મુશ્કેલી


SHARE





મોરબી-ટંકારમાં કરા પડ્યા, કમૌસમી વરસાદથી હોળીના છાણાં ભિજાઈજતાં મુશ્કેલી

મોરબીમાં હોળીના દિવસે સાંજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક કમોસમી વરસાદ શરૂ થી ગયો હતો જેથી કરીને જુદાજુદા વિસ્તારમાં હોળી માટે છાણાં રાખવામા આવ્યા હતા તે વરસાદના લીધે ભીંજાઇ ગયા હતા જેથી કરીને લોકો મૂંઝવણમાં મુકાયા હતા અને મોરબી તેમજ ટંકારાના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા

હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી દરમ્યાન ફાગણ મહિને આકાશમાં કાળા ડીબંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા જેથી અષાઢ મહિના જેવો માહોલ જામ્યો હતો અને મોરબી, જોધપર, લાલપર, શનાળા, રાજપર તેમજ ટંકારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. તેની લોકો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં રચના સોસાયટી, માળીયા વનાળિયા તેમજ ટંકારમાં બરફના કરા પડયા હતા આટલું જ નહીં હોળી માટે જુદાજુદા વિસ્તારમાં લોકોએ સવારથી છાણાંના ઢગલા કર્યા હતા અને હોળી ગોઠવવા માટેની તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે કમોસમી વરસાદ પડતા છાણાં ભીંજાઇ ગયા હતા જેથી કરીને લોકોની મુશ્કેલી વધી ગઈ હતી  




Latest News