મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીની બ્લુઝોન વિટ્રીફાઇડ કંપનીની સિરામિક પ્રોડક્ટથી સ્પેનમાં ભારતીય એમ્બેસેડર-વેપારીઓ પ્રભાવિત


SHARE





મોરબીની બ્લુઝોન વિટ્રીફાઇડ કંપનીની સિરામિક પ્રોડક્ટથી સ્પેનમાં ભારતીય એમ્બેસેડર-વેપારીઓ પ્રભાવિત

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ છે અને દુનિયાના કોઈપણ ખૂણે એક્ઝિબિશન રાખવામા આવે તો ત્યાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ લઈને જતાં હોય છે આવી જ રીતે તાજેતરમાં યુરોપિયન દેશ સ્પેનમાં સોરીશ ખાતે સિરામીક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની સિરામીક પ્રોડક્ટસ પણ રાખવામા આવી હતી ત્યારે ભારતીય એમ્બેસેડર આ એક્ઝિબિશનમાં આવ્યા હતા અને મોરબીની બ્લુઝોન વિટ્રીફાઇડ કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી

સિરામિક ક્ષેત્ર આવતી આધુનિક ટેક્નોલોજીનો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે આજે મોરબીની સિરામિક પ્રોડક્ટનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે તે હક્કિત છે આજની તારીખે મોરબીના સિરામીક ઉદ્યોગકારો ના માત્ર ભારત પરંતુ દુનિયાના અનેક દેશોમાં અહીથી માલની સપ્લાઈ કરી રહ્યા છે ત્યારે હાલમાં સ્પેનના સોરીશ ખાતે સિરામીક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા પોતાની પ્રોડક્ટ પ્રદર્શિતમાં રાખવામા આવી હતી ત્યારે બિલ્ડરો અને વેપારીઓ તે જોઈને પ્રભાવિત થયા હતા આ એક્ઝિબિશનમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બ્લુઝોન વિટ્રીફાઇડ વાળા મનોજભાઈ પટેલએ પણ ભાગ લીધો હતો અને પોતાની પ્રોડક્ટ ત્યાં મૂકી હતી ત્યારે સ્પેન એક્ઝિબિશનમાં ભારતના એમ્બેસેડર દિનેશ કે. પટનાયકે બ્લુઝોન વિટ્રીફાઇડ કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને સ્પેનમાં ભારતીય ઉત્પાદનો માટે વિપુલ તકો છે જેથી સ્પેનમાં વ્યાપાર માટે તેઓને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.




Latest News