મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

આંતરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ કચ્છમાં બનાવશું: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE





આંતરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ કચ્છમાં બનાવશું: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છ ભુજ જયુબિલી ગાર્ડન મધ્યે કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી ના અમૃતકાલ અંતર્ગત સૌથી મોટી ૪૫ દિવસથી ચાલતી યુવકો અને મહિલાઓની ૧૫૦ થી વધુ ટીમો એ ડે–નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ નવો રેકોર્ડ સ્થાપિત કર્યા હતો.

કચ્છના લોકપ્રિય – કર્તવ્ય નિષ્ઠ સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમયે તેમણે જણાવ્યુ હતું કે, કચ્છમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બને તેવી દરેક કચ્છી રમત વીરો અને જનતા ની માંગ છે, આપણી પાસે ટેનિસ બોલ થી રમાતી ક્રિકેટ માટે સ્ટેડિયમો છે. પરંતુ સિઝન બોલ થી રમાતી અને ટર્ફ વિકેટ સ્ટેડિયમો નથી. પરંતુ આવું સ્ટેડિયમ બને તેવી મારી પ્રતિબધ્ધતા છે. મારા પૂર્ણ સહયોગ અને દાતાઓ ના સૌજન્ય થી અધતન સુવિધાઓ ધરાવતું સ્ટેડિયમ કચ્છમાં બનશે તેવી આજે કચ્છ લોક સભા પરિવાર અને સમાજ નવનિર્માણ ના સંયુક્ત ઉપક્રમે ચાલતી મેચના મેગા ફાઇનલ સમયે જાહેરાત કરી છે. ત્યારે આપણા મહેમાન બની આવેલ ક્રિકેટ ખેલ જગત ના માધાતાઓ, મહેમાનો તથા ખેલાડી જગતે ઉપરોક્ત જાહેરાત તાડીઓ ના ઘડઘડાટ સાથે વધાવી હતી.




Latest News