મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ


SHARE





મોરબીમાં રવાપર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન જન સુધી પહોંચાડવા માટે જન ઔષધિ 'સસ્તી પણ - સારી પણ' એવી થીમ સાથે મોરબીના રવાપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ લોક કલ્યાણ માટે યોજાતા કાર્યક્રમોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ મળી રહે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રે લોકોની ચિંતા કરી છે. વધુમાં તેમણે આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.જન ઔષધિ દિવસ અન્વયે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઇ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખાતે કોઈ પણ આડઅસર વિનાની જેનરિક દવાઓ સસ્તા ભાવે મળે છે. ત્યારે લોકોએ પૂર્વગ્રહ છોડી આ દવાઓ લેવી જોઈએ અને અન્યને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. આ તકે અગ્રણીશ્રી અરવિંદભાઈ વાંસદડિયાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સિવિલ સર્જન ડો. કે.આર. સરડવા,  ડૉ. વિપુલ કારોલિયા, ડૉ.ડી.વી. બાવરવા સહિત આરોગ્ય વિભાગ અને મેડિકલ કોલેજ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News