મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકીને યુવાને જીવન ટુકાવ્યું


SHARE





હળવદના કવાડિયા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકીને યુવાને જીવન ટુકાવ્યું

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર પડીને ત્યાંથી પસાર થતી ટ્રેનમાં કપાઈ જઈને યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને આ અંગેની જાણ હળવદ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા જયેશભાઈ કાનાભાઈ મકવાણા જાતે રબારી (૩૦) નામના યુવાને હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર પડીને ત્યાંથી પસાર થતી રેલવે ટ્રેન હેઠળ કપાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવ અંગેની થોભણભાઈ માવજીભાઈ મકવાણા જાતે રબારી (૪૬) રહે. મૂળ મયુરનગર હાલ રહે પંચમુખી ઢોરા હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ વ્હાઇટ ગોલ્ડ સીરામીક કારખાના તરફ જવાના રસ્તા ઉપર ઈંટોના ભઠ્ઠા પાસેથી મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં બંધુનગર ગામની સીમમાં ફોરમ સીરામીક નામના કારખાનાની ઓરડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુશીલભાઇ સુજાનભાઇ કેરાઇ (૨૯) નામનો યુવાન કારખાના તરફ જતા કાચા રસ્તા ઉપરથી ચાલીને જતો હતો ત્યારે કોઈ બીમારી તેને ચક્કર આવતા તે નીચે રસ્તા ઉપર પડ્યો હતો ત્યાર બાદ આ યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News