મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે મગજ-કરોડરજજુના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ


SHARE











મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે મગજ-કરોડરજજુના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રામધન આશ્રમ સામે આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતી કાલે મગજ તથા કરોડરજજુના રોગોનો નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓના રોગનું નિદાન કરવાં આવશે

મોરબીમાં રામધન આશ્રમની સામે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલ છે ત્યાં ૨૪ x ૭ કલાક ઇમર્જન્સી સારવાર સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવે છે આ હોસ્પિટલમાં સમયાંતરે જુદાજુદા કેમ્પનું દર્દીઓ માટે આયોજન કરવામાં આવે છે જેનો ઘણા દર્દીઓ લાભ લેતા હોય છે આવી જ રીતે કાલે શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા મગજ તથા કરોડરજજુના રોગોનો નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડો. રિધમ ખંડેરીયા (કન્સલ્ટન્ટ, ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન) દ્વારા સેવા આપવામાં આવશે અને આ કેમ્પ આવતી કાલે તા ૧૦ માર્ચ ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી કમર અને ગરદનનો દુ:ખાવો, સાયટિકા, હાથ-પગમાં ખાલી-ઝણઝણાટી, માથાનો દુ:ખાવો, મગજની ગાંઠ-ઈજા, મણકાની તકલીફ-ગાદી ખસી જવી, મણકા અને મગજના ઓપરેશન, લકવાની સારવાર (પેરાલિસિસ) વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, દર બુધવારે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. વિશ્વા કોટેચા દ્વારા સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ કરીને સોનોગ્રાફી પણ કરી આપવામાં આવે છે અને તેના માટેનો સમય સવારે ૯થી ૧ અને સાંજે ૫ થી ૮ હોય છે તેમજ ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા અને ડો.મનોજ કૈલા દ્વારા દર્દીઓના રોગનું નિદાન કરી આપવામાં આવે છે

વધુમાં માહિતી આપતા શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક ડો. પ્રહલાદ ઉધરેજાએ જણાવ્યુ છે કે, આ હોસ્પીટલમાં કારખાનામાં થતી ઇજાના સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે આ હોસ્પિટલામાં હાડકા, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, ન્યુરોસર્જરી, દાંત, કસરત, રેડીયોલોજી સહિતના વિભાગ કાર્યરત છે જેમાં દર્દીઓને તમામ સારવાર ૨૪ કલાક આપવામાં આવે છે સાથોસાથ અહી આઇસીયુ, મેડિકલ સ્ટોર, એક્સ રે, સીટી સ્કેન, એનઆઈસીયુ, એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને વધુ વિગત માટે ઇમરજન્સી નંબર ૯૭૨૭૫ ૨૭૫૫૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News