મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે મગજ-કરોડરજજુના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ
મોરબી નજીક યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ: મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબી નજીક યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ: મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન જતા રસ્તા ઉપર ઇંટોના ભઠ્ઠા પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં તેને બોથળ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી ઈંટના ભઠ્ઠા વાળાની ફરિયાદ લઈને તેના જ બે માણસોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા તાલુકાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરા જાતે કોળી (૩૫)એ અશોકભાઈ સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર અને જીતેશભાઈ સીતાપરા જાતે કોળી રહે. થાન વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન તેના ઈંટના ભઠ્ઠે આવ્યો હતો અને ત્યાં ભઠ્ઠામાં કામ કરતા અશોકભાઈ અને જીતેશભાઈને કહ્યું હતું કે “ઈંટના ભઠ્ઠામાં મને મજૂરી કામે કેમ રાખતા નથી” ત્યારે બાદ તેને ઝઘડો શરૂ કર્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ અજાણ્યા યુવાનને પાવડાના હાથા વડે આડેધડ માર્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા જેથી હત્યાના આ બનાવમાં વિજયભાઈ સાંતલપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મૃતક યુવાનની ઓળખ થયેલ નથી ત્યાં હત્યાના આ ગુનામાં પોલીસે આરોપી અશોકભાઈ સુખાભાઈ શેખાણી જાતે કોળી (૨૫) રહે. હાલ પીપળી ગામની સિમ વિજય કોળીના ઈંટના ભાતથામાં મૂળ રહે. સુલતાનપુર વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે સાથોસાથ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ તજવીજ ચાલુ રાખી છે અને કોઈને તેની ઓળખ મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ અને તાલુકા પીઆઇ કે.એ. વાળા ના મોબાઈલ નંબર ૯૯૧૩૫ ૭૨૧૭૨ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે