મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતી મહિલાને મોઢા ઉપર ધોકો ફટકાર્યો, ત્રણ મહિલા સહિત ચાર સામે ફરિયાદ


SHARE





હળવદમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતી મહિલાને મોઢા ઉપર ધોકો ફટકાર્યો, ત્રણ મહિલા સહિત ચાર સામે ફરિયાદ

હળવદમાં વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતી મહિલાના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળોતો બોલીશ તારાથી થાય તેમ કરી લે તેવું કહીને મહિલાને ગાલ ઉપર ધોકો ફટકાર્યો હતો જેથી મહિલાને ગાલ ઉપર ચાર ટાંકા આવ્યા હતા અને અન્ય ત્રણ મહિલાઓએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ વિનોબા ગ્રાઉન્ડ ખાતે રહેતા કંચનબેન સોમાભાઈ રાઠોડ જાતે ઠાકોર કોળી (૫૪) એ બબુભાઈ રામભાઈ બજાણીયા જાતે કોળી, ધોરીબેન, રૂપાબેન અને નીતાબેનની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ઘર પાસે બબાભાઈ બજાણીયા ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની તેઓએ ના પાડી હતી અને ત્યારે ઉશ્કેરાઈ જઈને બબાભાઈએ ગાળો તો બોલીશ તારે થાય તેમ કરી લે તેમ કહી ઘરમાં જઈ લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને ફરિયાદી મહિલાને ગાલ ઉપર ધોકો ફટકાર્યો હતો જેથી મહિલાને ગાલ ઉપર ચાર ટાંકા આવ્યા હતા અને અન્ય મહિલાઓએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ ત્રણ મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બબાભાઈ રામભાઈ બજાણીયા જાતે કોળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસે અજાણી ૪૫ વર્ષની મહિલાને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાથમિક કાગળ કરીને આ અંગેની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈકમાં બેઠેલા રાણાભાઇ ટપુભાઈ પરમાર (૨૮) અને મહંમદભાઈ હમીરભાઇ કેર (૨૦) રહે. બંને ગોંદા ગામ તાલુકો ખંભાળિયા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પ્રાથમિક કાગળ તૈયાર કરીને આ અંગેની જાણ માળિયા તાલુકા પોલીસને કરવામાં આવી છે




Latest News