મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના પાંચદ્વારકા ગામે ગોચરની જમીન ખુલ્લી કરવા અરજી કરનાર યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE





વાંકાનેરના પાંચદ્વારકા ગામે ગોચરની જમીન ખુલ્લી કરવા અરજી કરનાર યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા યુવાને ગોચરની જમીન ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં અને મામલતદારમાં અરજી કરી હતી જેનું મન દુઃખ રાખીને તે જ ગામમાં રહેતા બે શખ્સોએ યુવાનને ગાળો આપી હતી અને પાવડા તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા પરબતભાઈ બચુભાઈ પાંચિયા જાતે ભરવાડ (૩૦) એ રિયાઝ ખલુભાઈ બાદી અને ખલુભાઈ મામદજલાલભાઈ બાદી રહે. બંને પાંચદ્વારકા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામની ગોચરની જમીન ખુલ્લી કરાવવા માટે તેને ગ્રામ પંચાયતમાં અને મામલતદારને અરજી કરી હતી જેનો ખાર રાખીને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ત્યારે રિયાઝે તેને પાવડા વડે માર માર્યો હતો અને ખલુભાઈએ તેને લાકડી વડે માર્યો હતો જેથી ઈજા પામેલ પરબતભાઈ પાંચિયાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિતા-પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કની સામેના ભાગમાં આવેલ બાવરાની વાડીમાં રહેતા ચંપાબેન દિનેશભાઈ પરમાર (૪૪) બાઈકમાં પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલા ચંપાબેન પરમારને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા કિશન દિલીપભાઈ કાનાબાર (૨૫) નામના યુવાનને મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટ નજીક મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News