મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ગેરેજમાં ચોરી કરવા ગયેલા યુવાનને શેઠ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE





મોરબીના ગેરેજમાં ચોરી કરવા ગયેલા યુવાનને શેઠ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર આવેલ ગેરેજમાં ચોરી કરવા માટે ઘૂસેલા શખ્સને ગેરેજના ચોકીદાર અને શેઠ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તે યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડીયાનો રહેવાસી અને હાલમાં મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોવિંદભાઈ પરમાર (૨૪)એ હાલમાં બહુચર ગેરેજના શેઠ અને ચોકીદાર સહિત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ શબરી હોટલ પાસે બહુચર ઓટો ગેરેજમાં ચોરી કરવાના ઇરાદે દિવાલ કૂદીને ગેરેજમાં ગયો હતો ત્યારે ગેરેજના ચોકીદાર, શેઠ અને અન્ય એક વ્યક્તિ આમ ત્રણ વ્યક્તિઓએ તેને મૂઢ માર માર્યો હતો જેથી ઈજા પામેલ જીતેન્દ્ર પરમારને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ત્રણેય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીની લીલાપર ચોકડી પાસેથી બાઈક લઈને મનોજ (૧૯) રહે. મૂળ દરિયાપુર બિહાર વાળો પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી ઇજા પામેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબીના ભરતનગર મફતીયા પરામાં રહેતા ભાનુબેન દીપકભાઈ રાઠોડ (૪૦) ને શેરીમાં ઘર પાસે કચરો નાખવા બાબતે તેના પાડોશમાં રહેતા પાડોશી સાથે બોલાચાલી, માથાકૂટ અને ઝઘડો થયો હતો ત્યારે મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તે મહિલાને તેના પતિ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ખારચિયા ગામના પાટીયા પાસેથી માળીયા મીયાણા તાલુકાના કુંતસી ગામે રહેતો ચંદ્રેશ પબાભાઈ ખીંટ (૨૧) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચંદ્રેશભાઇ ખીટને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News