મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ૩૬ બોટલ ભરેલ કોથળો ખભે લઈને નીકળેલ બુટલેગર ઝડપાયો !


SHARE







મોરબીમાં દારૂની ૩૬ બોટલ ભરેલ કોથળો ખભે લઈને નીકળેલ બુટલેગર ઝડપાયો !

મોરબીના મણીમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી ખભે કોથળો નાખીને નીકળેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસે રહેલા કોથળામાંથી ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ શખ્સ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો ? અને કોને આપવાનો હતો ? તે દિશામાં હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં મણીમંદિર નજીક ખાખરેચી દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં કોથલા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તે શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલા કોથળામાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસે ૩૬ બોટલ દારૂ જેની કિંમત ૧૨૬૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સિરાજભાઈ સલીમભાઈ ઉનડપોત્રા જાતે સંધિ મુસ્લિમ (૨૨) રહે. જુના બસ સ્ટેશન પાછળ ટેક્સી શેરી સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો ? કયા વાહનમાં લાવ્યો હતો ? અને કોને આપવા માટે જતો હતો ? તે જ દિશામાં હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી અત્રે એ સવા ઊભો થાય છે કે, ૩૬ બોટલ દારૂ ભરેલ કોથળો ખભે નાખીને આ બુટલેગર નીકળ્યો હશે ? કે પછી તેને કોઈ વાહનમાં ત્યાં સુધી મૂકી ગયું હશે અને બીજા વાહનમાં કોઈ તેની પાસેથી દારૂની બોટલોની ડિલિવરી લેવા માટે આવવાનું હશે ? આ આરોપી પાસે કોઈ મોબાઇલ હેન્ડસેટ હતો કે કેમ ? તે સહિતના અનેક પ્રશ્નો હજુ વણ ઉકેલાયેલ છે

ચાર બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ કારખાના સામેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને બળવંતભાઈ નાગરભાઈ સાંકળીયા જાતે કોળી (૨૩) રહે. હાલ સરતાનપર માટેલ રોડ સીલોન સીરામીક કારખાનાની ઓરડી મૂળ રહે પીપરડી તાલુકો જસદણ વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક નં જીજે ૩૬ પી ૦૮૪૧ ને રોકીને પોલીસે બાઈક પર જતા બે શખ્સને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૧૦૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે યોગેશ હરજીવનભાઈ સોલંકી (૨૩) રહે જેપુર અને શેરસિંહ ચુનસિંહ રાવત (૨૫) રહે. હાલ ખાખરાળા ગામ પાસે આવેલી યદુનંદન પેટ્રોલ પંપમાં મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે






Latest News