મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE





મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે

રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યારે મોરબી ખાતે આગામી તા ૨૩ ના રોજ મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં આ સેમિનાર સાંજે ૪ થી ૬ વાગ્યના સમયમાં શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ હોલ ખાતે રાખવામા આવેલ છે આ નિશુલ્ક સેમીનાર છે જેથી કરીને મહિલાઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલ મેનોપોઝ સંબંધિત માર્ગદર્શન આપશે તેમજ સેમીનારમાં મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગે માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નં ૬૩૫૧૪ ૩૧૫૫૪ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે




Latest News