મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં શ્રમિકને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેતા યુવાન ગંભીર


SHARE





મોરબીના સિરામિક કારખાનામાં શ્રમિકને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેતા યુવાન ગંભીર

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનામાં કામ કરતાં શ્રમિકોમાં ઠઠ્ઠા માસ્કરી કરતા અથવા તો અન્ય કોઈ કારણોસર શ્રમિકોને ગુદાના ભાગેથી શરીરમાં કમ્પ્રેસર વડે હવા ભરી દેવાના બનાવ અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. આવો જ એક બનાવ મોરબી નજીકના બંધુનગર ગામ પાસે આવેલ સિરામિક સેનેટરીના કારખાનામાં બન્યો છે જેમાં રાત્રિના સમયે કારખાનામાં સુતેલ યુવાનને ગુદાના ભાગેથી હેવી કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેવામાં આવતા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સોનમ સેનેટરી નામના કારખાનામાં રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં સરોજરાજ દેવીનરામ સરૈયા (૨૯) નામનો યુવાન સૂતો હતો ત્યારે તેને ગુદાના ભાગેથી હેવી કમ્પ્રેસર વડે હવા ભરવાની નળીથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી કરીને આ યુવાનને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુવાન ચાર ભાઈ અને ત્રણ બહેનમાં બીજા નંબરનો દીકરો છે અને હજુ અપરણિત છે આ યુવાન સૂતો હતો ત્યારે તેને ગુદાના ભાગેથી કોણે કમ્પ્રેસર વડે હવા ભરી અને શા માટે તેના શરીરમાં કમ્પ્રેસરથી હવા ભરવામાં આવી હતી તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી જોકે, હોસ્પિટલે સારવાર માટે આવેલ યુવાનની સારવાર ચાલી રહી છે અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે




Latest News