મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત


SHARE





મોરબીના અમરનગર પાસે કારખાનના લેબર કવાર્ટરમાં ઝેરી દવા ગટગટાવીને પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નીપજયા છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન પ્રથમ યુવકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ યુવતીનું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે કોજી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ચોટીલાના રહેવાસી વિનોદભાઈ મોહનભાઈ બથવાર (૧૯) અને મૂળ એમપીની રહેવાસી પિંકી (૧૮) બંનેએ સજોડે લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રથમ વિનોદભાઈ બથવારનું મોત નીપજયું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન મોડી રાત્રે પિંકીનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જેથી કરીને પ્રેમી પંખીડાના સજોડે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે




Latest News