મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનિજનો સપાટો : બે દિવસમાં કુલ ૧૩ ડમ્પર અને ૨ હિટાચી જપ્ત, દંડ વસુલવાની કાર્યવાહી


SHARE













મોરબી ખાણ ખનિજનો સપાટો : બે દિવસમાં કુલ ૧૩ ડમ્પર અને ૨ હિટાચી જપ્ત, દંડ વસુલવાની કાર્યવાહી

મોરબી જિલ્લા વિસ્તારમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારો અને નદીના પટમાંથી ખનીજ ચોરી થતી હોય છે જે અંગે અનેક ફરિયાદો થતી હોય છતાં પણ અગાઉ કોઈ કાર્યવાહી થતી ન હતી.પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાનમાં મોરબી ખાણ ખનીજ વિભાગે આળસ ખંખેરી હતી અને છેલ્લા બે દિવસમાં જુદી જુદી જગ્યાઓએથી મળીને ૧૩ જેટલા ડમ્પરો અને ૨ જેસીબી મશીન પકડીને દંડ વસૂલવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં મોરબી તાલુકાના કાંતિપુર ગામેથી ખનીજ મોરમની ચોરી કરી રોડ બનાવના કામમાં આ ખનીજ નાખવામાં આવતું હોય દિલીપ બીલ્ડકોન નામની પેઢીના ૧૦ ડમ્પર તથા એક જેસીબી મશીન પણ આમાં જપ્ત કરવામાં આવ્યા હતા અને દંડ વસુલવાની આગળની કાર્યવાહી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ અહીંના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર ગોપાલભાઇ ચંદારાણા, મિતેશભાઇ ગોજીયા અને સર્વેયર ગોપાલભાઇ સુવા દ્વારા ગત તા.૧૮-૩ ના શનિવારના રોજ એક ડમ્પર નંબર જીજે ૧૩ એડબ્લયુ ૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનિજના વહન સબબ મોરબી ગામમાંથી પકડવામાં આવેલ અને ચરડવા ખાતેથી ડમ્પર નંબર જીજે ૧ ડીઝેડ ૮૬૩૧ અને ડમ્પર નંબર જીજે ૯ એયુ ૯૯૭૬ ગેરકાદેસર રાજસ્થાન માટીના વાહન સબબ પકડવામાં આવેલ. તેમજ શનિવાર સાંજના મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ધોડાધ્રોઇ નદીના પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરી એક હીટાચી મશીન ગેરકાયદેસર સાદી રેતી ખનિજના ખોદકામ સબબ પકડવામાં આવેલ હતુ.

તેમજ તા.૧૯-૩ ના રવિવાર રજાના દિવસે પણ મોરબી જીલ્લાની ખાણ ખનિજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતીપુર ગામમાંથી ગેરકાદેસર માટી મોરમ ખનિજના ખોદકામ સબબ એક હીટાચી મશીન અને દસ ડમ્પરો પકડવામાં આવેલ.આ માટી (મોરમ) ખનિજનુ ખોદકામ દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા કરી નેશનલ હાઇવેના કામમાં ઉપયોગમાં લેતા હતા. જેમાં ડમ્પર નંબર એમપી ૩૯ એચ ૨૯૧૦ ના ચાલક પ્રભાત શ્રીરામ પાલ જાતે પટેલ, એમપી ૩૯ એચ ૧૪૨૮ ના ચાલક હરિવંશ પ્રસાદ પટેલ, એમપી ૩૯ એચ ૧૮૯૫ ના ચાલક શિવકુમાર શિવનારાયણ યાદવ, એમપી ૩૭ એચ ૧૩૭૨ ના ચાલક જગદીશસિંહ રૂપસિંહ જાટ, એમપી ૩૯ એચ ૧૯૫૭ ના ચાલક શિવકુમાર કાંતિલાલ પાલ, જીજે ૧૨ બીવાય ૩૨૧૨ ના ચાલક અજય ફૂલસિંહ પટેલ, એમપી ૩૯ એચ ૨૧૩૯ ના ચાલક બ્રિજેશ રાજકુમાર પટેલ, એમપી ૩૯ એચ ૨૨૯૯ ના ચાલક રામચરણ લખનભાઈ સિંગ, એમપી ૩૯ એચ ૧૪૫૧ ના ચાલક રામનાથ ફુલસિંગ જાટ અને એમપી ૩૯ એચ ૨૨૬૨ ના ચાલક સુરેન્દ્રકુમાર નવલકિશોર પૂર્વશી રહે. બધા આમરણ ડીબીએલ કંપની કેમ્પ તાલુકો જીલ્લો મોરબી વાળાઓ પાસેથી ૧૦ વાહનો અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતા સીઝ કર્યા હતા અને સાથે એક જેસીબી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું અને દંડ વસૂલવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ ૧૩ ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનિજ ખોદકામ અને વહન સબબ પકડવામાં આવેલ અને અંદાજે ત્રણ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે.મોરબી જીલ્લામાં કાયમી અધિકારી ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની નિમણુક થતા ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે






Latest News