સાવધાન: ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ શખ્સે કર્યું સગીરાનું અપહરણ
મોરબીના રંગપર પાસે કારખાના નજીક જાહેરમાં જુગાર રમત પાંચ શખ્સ ૨૩૪૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના રંગપર પાસે કારખાના નજીક જાહેરમાં જુગાર રમત પાંચ શખ્સ ૨૩૪૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક સિરામિક કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૩૪૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ પેન્ટાગોન સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરતા કુલદીપભાઈ સુરજસિંહ ચૌહાણ (૨૩), સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (૪૦), ઈસલમુદ્દીન એજાજઅહેમદ અન્સારી (૨૩), શિવસિંહ રતિરામ ગૌતમ (૨૩) અને રાજેન્દ્ર શરમન રાણા (૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૩૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
કાર બળીને ખાખ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા જીતસિંગ માયાસિંગ બાવરી જાતે શીખ સરદાર (૩૯) ના ઘર પાસે તેની બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૩ એએક્સ ૯૯૪૩ પાર્ક કરીને મૂકી હતી જેમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી માટે યુવાને મોરબી બી ડિવિઝન પોલીસને આ અંગેની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સંજુ પ્રદીપભાઈ ઓરાન (૨૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વીરભાનુ કાનજીભાઈ કાનગઢ (૨૪) રહે. જસાપર તથા કિશન મુકેશભાઈ વીસાણી રહે. લતીપર વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે