મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીની સ્પેશયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ફટકારી ૧૦ વર્ષની સજા


SHARE







મોરબીની સ્પેશયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ફટકારી ૧૦ વર્ષની સજા

મોરબીમાં વર્ષ ૨૦૧૯ માં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને ૧૦ વર્ષની સજા અને ૧૮ હજારનો દંડ ફટકાર્યો છે.

મોરબીમાં રહેતી સગીરાને તેની માતા ટ્યુશનમાં મૂકી આવી હતી ત્યાર બાદ સગીરા ગુમ થયેલ હતી જેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને દરમ્યાન અમદાવાદમાં સગીરાના મામાના ઘર પાસે રહેતા સચિન દિપક ચુનારા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપી સચિન દિપક ચુનારાની એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજૂ કરેલ ૯ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને જજ ડી.પી. મહિડાએ આરોપી સચિન દિપક ચુનારાને આઇપીસી કલમ ૩૬૩ માં ૩ વર્ષની સજા અને ૩૦૦૦ નો દંડ, કલમ ૩૬૬ માં ૫ વર્ષની સજા અને ૫૦૦૦ નો દંડ તેમજ કલમ ૩૭૬ (૨) એન હેઠળ ૧૦ વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા ફટકારી હતી અને સગીરાને કંપન્સેશનના ચાર લાખ અને આરોપી દંડની રકમ ભારે તો તે ૧૮ હજાર પણ સગીરાને ચૂકવવા આદેશ કર્યો છે






Latest News