મોરબી-હળવદમાં દારૂ-બીયરની ચાર રેડ: ત્રણ શખ્સો ઝડપાયા, એકની શોધખોળ
SHARE
મોરબી-હળવદમાં દારૂ-બીયરની ચાર રેડ: ત્રણ શખ્સો ઝડપાયા, એકની શોધખોળ
મોરબી અને હળવદ તાલુકામાં પોલીસે દારૂની જુદીજુદી ચાર રેડ કરી હતી ત્યારે દારૂની ૫૪ બોટલ અને બિયરના ૧૩ ટીન તેમજ વાહનોને કબ્જે કર્યા હતા અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જો કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તાર સુધી દારૂ કેવી રીતે આવી જાય છે તેને મૂળ સુધી કયારે પણ પોલીસ કેમ પહોચી શકતી નથી તે સૌથી મોટો સવાલ છે
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ સામેથી રોડ ઉપરથી અલ્ટો કાર નં જીજે ૩૬ એએફ ૦૭૬૪ પસાર થઈ રહી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા તે કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની ૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૪૪૦ ની કિંમતની દારૂની બોટલો તથા બે લાખ રૂપિયાની અલ્ટો કાર આમ કુલ મળીને ૨૦૮૪૪૦ ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી (૩૩) રહે. માથક તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે
મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે એસ્સાર પંપની સામેના ભાગે પોલો ટાઇલ્સ નામની દુકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી બિયરના સાત ટીન મળી આવ્યા હોય પોલીસે ૭૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનદાર મુકેશભાઈ મીઠાભાઇ પરમાર જાતે સતવારા (૩૦) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નં-૫૦૧ ત્રાજપર ચોકડી નજીક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના માથક ગામે રહેતા પીન્ટુભાઇ બોરાણીયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૩૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૧૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે માથક વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
મોરબી શહેરના મકરાણીવાસ ચોક પાસેથી પસાર થતા એક્ટિવા નં જીજે ૩૬ એબી ૮૯૦૯ ને રોકીને પોલીસે એક્ટિવા લઈને જતા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ૬ ટીન મળી આવ્યા હતા તેમજ દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, બિયરનો જથ્થો તથા એકટીવા મળીને ૩૦૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ અશોકભાઈ પઢિયાર જાતે ખવાસ રજપુત (૨૮) રહે. મોઢવાણીયા શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે