મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા


SHARE





વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ડોગ સ્કવોડની મદદથી આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેમજ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કવાયત કરવામાં આવી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવાવરુ જગ્યામાં યુવાનની ડેડબોડી પડી હોવા અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સોનારા તથા રાઇટર વિઠ્ઠલભાઈ સહિતનો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચ્તો હતો અને મૃતક વ્યક્તિના ગળા ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે જેથી યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જોકે, મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે વાંકાનેર તાલુકા પોલિસી ટીમ કામ કરી રહી છે તેમજ આ બનાવમાં ફરિયાદ લેવા માટેની પણ તજવીજ ચાલુ છે તથા ડોગ સ્કવોર્ડની ટીમને પણ ઘટના સ્થળે લાવીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની તજવીજ કરવામાં આવી 




Latest News