વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાના સંચાલક પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા વ્યાજખોરની ધરપકડ


SHARE













મોરબીમાં સ્પાના સંચાલક પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા વ્યાજખોરની ધરપકડ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અગાઉ સ્પા ચલાવતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે ૫૦૦૦૦ લીધા હતા જેની સામે વ્યાજખોરોને તે યુવાને બે લાખ રૂપિયા આપી દીધા છે તો પણ મૂળ, વ્યાજ અને પેનલ્ટી મળીને તેની પાસેથી સાડા સાત લાખ રૂપિયા વસૂલ કરવા માટે ધમકી આપવામાં આવતી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી યુવાને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-૪૦૦ માં રહેતા કયવન્ના શાંતિલાલ શાહ જાતે વાણીયા (૪૫) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ગોહિલ રહે. રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેનું અગાઉ વેલકમ સ્પા હતું જેના આરોપી નરેશભાઈ ગોહિલ મસાજ કરાવવા માટે નિયમિત આવતો હતો જેથી કરીને તેની સાથે મિત્રતા થઈ હતી અને ત્યારે ફરિયાદી યુવાનને રૂપિયાની જરૂર હોવાથી તેને આરોપીને ૫૦૦૦૦ રૂપિયા માટે વાત કરી હતી જેથી આરોપીએ તેને રોજનું ૫૦૦ રૂપિયા લેખે વ્યાજ લેવની શરતે ૫૦૦૦૦ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી ચાર કોરા ચેક બળજબરીથી મેળવી લીધા હતા અને ફરિયાદીએ આરોપી પાસેથી સાડા સાત લાખ રૂપિયા ઉછીના લીધેલા છે તેવું શનાળા રોડ ઉપર આવેલ નોટરીની ઓફિસે લખાણ કરાવ્યું હતું જો કે, ૫૦૦૦૦ની સામે બે લાખ જેટલી રકમ આપી દીધી તો પણ વધુ પૈસા પડાવવા માટે થઈને ફરિયાદીને આરોપી દ્વારા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા નરેશભાઈ ગોહિલ સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરેશભાઈ ભરતભાઇ ગોહિલ (૨૭) રહે. આંબેડકરનગર રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ હરિરામભાઈ તલરેજા નામના સતાવન વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા વધુમાં બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમનાથ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ તલવેજા પગપાળા રવાપર રોડ ઉપરથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટ લેતા સીવીલે સારવારમાં ખસેડાયા હતા.બનાવ અંગે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા મુકેશ બાબુભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે, મુકેશ ચૌહાણ તેમના રહેણાંક વિસ્તારમાં રોહીદાસપરા મેઇન રોડ વિજયનગરના ખૂણા પાસેથી નીકળ્યો હતો ત્યારે આરકલીના ઝાંપા પાસે તેનું બાઇક અકસ્માતે રસ્તામાં પલ્ટી મરી ગયું હતું જે અકસ્માત બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News