મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે હોટલના પાર્કિંગમાંથી કારની ચોરીના ગુનામાં એક આરોપી બે ચોરાઉ કાર સાથે ઝડપાયો, એકનું નામ ખૂલ્યું


SHARE











મોરબીના બાયપાસ રોડે હોટલના પાર્કિંગમાંથી કારની ચોરીના ગુનામાં એક આરોપી બે ચોરાઉ કાર સાથે ઝડપાયો, એકનું નામ ખૂલ્યું

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલના પાર્કિંગમાંથી ગાડીની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ચોરીની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં પોકેટકોપ એપની મદદથી કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને ચોરી કે છળકપટથી મેળવેલ બે કાર સહીત કુલ ૮૦,૫૦૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપી તેમજ મુદામાલ બી ડિવિઝન પોલીસને સોપી આપેલ છે

મોરબી જિલ્લાના એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન ચોરી કે છળકપટથી મેળવેલ હ્યુડાઇ કંપનીની ઓરા કાર નંબર પ્લેટ વગરની લઈને ધવલગીરી વિજયગીરી ગોસાઇ જાતે અતીત રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી પકડવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ કાર મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાયપાસ રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના પાર્કિંગમાંથી કારને ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું અને વિશેષ પુછપરછ કરતા તેને તથા તેના સાથી આનંદભાઇ શાંતિલાલ ઠકકર જાતે લુવાણા રહે. રાજકોટ વાળાએ આ કારની ચોરી કરી હોવાનું તેને જણાવ્યુ છે તેમજ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક હ્યુડાઇ કંપનીની ઓરા કાર ભાડેથી લઇ જવાનું કહીને આજથી આશરે ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે આરોપીને મુદામાલ સાથે મોરબીની બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે હાલમાં પોલીસે ધવલગીરી વિજયગીરી ગોસાઇ (૨૧) રહે. પરાપીપળીયા એકતા સોસાયટી, જામનગર રોડ, રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બે કાર જેની કિંમત ૮ લાખ અને ૫૦૦૦ નો એક મોબાઈલ મળીને ૮.૦૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી આરોપી આનંદભાઇ શાંતિલાલ ઠકકર જાતે લુવાણા રહે. બેડી ચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-૧, રાજકોટ વાળાનું નામ સામે આવતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ ડ્રાઇવીંગના ધંધો સાથે સંકડાયેલ છે અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા છે તેવું પોલીસે જણાવ્યુ છે






Latest News