તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ  ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબી શહેરના જુના બસ સ્ટેશનમાં આવેલ પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધાપરક્ડ કરીને આરોપીને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ધીરુભાઈ જાદવજીભાઈ ડાભી જાતે કોળી (૫૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશનના પાર્કિંગમાં બાઈક નંબર જીજે ૩ એફઇ ૫૬૦૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે ચોરીના આ ગુનામાં પોલીસે આરોપી છગન કરશનભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (૩૫ રહે. પાડાપુલ નીચે ઝૂપડામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર તાલુકાના તીથવા ગામનો વતની ભોપાભાઈ વેલાભાઈ ફાંગલીયા નામનો ૪૩ વર્ષીય યુવાન તીથવા ગામેથી ઢુવા બાજુ જતો હતો ત્યારે રસ્તામાં ઢુવાના ઓવરબ્રિજ નજીક સામેથી આવતા વાહનના લાઈટના અજવાળામાં અંજાઈ જતા બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ભોપાભાઈ ફાંગલીયાને ઇજા થતા તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતો શંકર હરજીભાઈ વાઘેલા નામનો ૨૩ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર જીરામાં છાંટવાનો ઝેરી પાવડર પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો ત્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે.બનાવ સંદર્ભે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.




Latest News