મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ
Breaking news
Morbi Today

ચરાડવા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ૧૦ જુગારી ૧૧૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE















બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ઘરમાં રેડ કરીને ૧૧૧૦૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારીયોની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે દિલીપદાસ ઉર્ફે દિનુમહારાજ વજારામ વૈષ્ણવ જાતે રામાનંદીના રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને હળવદ પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી દિલીપદાસ ઉર્ફે દિનુમહારાજ વજારામ વૈષ્ણવ, ગોપાલભાઇ પુંજાભાઇ પરમાર, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી, જયંતિભાઇ લવજીભાઇ મકવાણા, ધીરુભાઇ ખીમજીભાઇ પરમાર, હરીસભાઇ જીવાભાઇ સોલંકી, રતિલાલ ભગુભાઇ પરમાર, સુલ્તાન ઉર્ફે મુન્ના ગફુરભાઇ મુલતાની, યુવરાજસીંહ ભીખુભા ઝાલા અને દાનુભાઇ હરજીભાઇ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૧૦૦ ના મુદામાલ સાથે તમામ આરોપીની ધરપકડ કરી હતી આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના દેવુભા ઝાલા, બીપીનભાઇ પરમાર, વિક્રમભાઇ સીહોરા, મુમાભાઇ રબારી, હરપાલસીંહ ઝાલા સહિત દ્વારા કરવામાં આવી હતી






Latest News