મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સરકારના મંત્રી મંડળમાં સમાવેશ
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં જિલ્લા ભાજપ પરિવારમાં દિવાળી જેવો માહોલ
SHARE
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં જિલ્લા ભાજપ પરિવારમાં દિવાળી જેવો માહોલ
રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે પદભર સાંભળ્યા પછી આજે મંત્રી મંડળમાં નવા મંત્રીની શપથ વિધિ છે જેમાં બ્રિજેશ મેરજનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્ભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, હસુભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ કૈલા, અજયભાઇ લોરીયા, રવિભાઈ સનાવડા, રવિભાઈ રબારી, જતીનભાઈ પટેલ, રાકેશભાઈ કાવર, હર્ષદ કડીવાર, બિપિનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્યને પ્રથમ વખત મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાજપ પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આતિશબાજી કરવામાં આવતા શનાળા રોડ ઉપર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને મોરબી માળીયાની પેટા ચુંટણીમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને વિજય બનાવવા માટે રાત દિવસ જોયા વગર કામ કરનારા યુવા ભાજપના આગેવાનો સહિતના લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને મંત્રી મંડળમાં બ્રિજેશ મેરજનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તેના અનુભવનો મોરબી સહિત ગુજરાતને લાભ મળશે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે