મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંગે બે જાહેરનામા પ્રસિધ્ધ કરાયા


SHARE















મોરબી જિલ્લાની તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંગે બે જાહેરનામા પ્રસિધ્ધ કરાયા

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા તેમને મળેલ અધિકારની રૂએ મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ ન થાય તે માટે બે જાહેરનામાં બહાર પાડેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર, મોરબી ની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવી અને સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી પડશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આરામગૃહોના ઉપયોગ પર નિયંત્રણ

મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયતની પેટાચૂંટણીને ધ્યાને લઇ ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણું, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામુ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા બહાર પડાયું છે. 






Latest News