મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના કાંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત


SHARE





મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત

મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે આદીવાદી વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.નેકનામ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરીનું કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં ટંકારા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ વર્ષ પહેલાં મૃતક આદીવાસી વૃદ્ધાના પતિનું કુદરતી કારણોસર મોત થયું હતુ ત્યારબાદથી તેઓ માનસિક અસ્વસ્થ રહેતા હોય જેને પગલે ગઈકાલે તેમણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેમનું મોત નિપજેલ છે. 

મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના પીપલટોળા ગામના રહેવાસી અને હાલ અહીં ટંકારાના નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા સુકીબેન ઉર્ફે પાર્વતીબેન શંકરભાઈ ઠાકોર જાતે આદિવાસી નામની ૭૦ વર્ષીય વૃદ્ધાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું. મૃતક સુકીબેનને ત્રણ સંતાનો છે અને છએક વર્ષ પહેલા તેમના પતિ શંકરભાઈનું કુદરતી કારણોસર મોત નિપજ્યા બાદથી મૃતક સુકીબેન ઉર્ફે પાર્વતીબેન માનસિક અસ્વસ્થ રહેતા હોય અને તેને પગલે ગઈકાલે તા.૧૫-૯ ના બપોરે ચારેક વાગ્યે ઝેરી દવા પી લેતા તેમને પડધરી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં રાજકોટ સિવિલ ખાતે તા.૧૫ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં સુકીબેનનું મોત નીપજ્યું હોવાનું તપાસ અધિકારી એએસઆઇ એમ.કે.બ્લોચ પાસેથી જાણવા મળેલ છે.

દવા પી લેતા પરિણીતા સારવારમાં

મૂળ અમરેલીના અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકોર્ડ સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કરતા રોહિતભાઈ જગુભાઈ ખુમાણના પત્ની સોનલબેન (ઉમર ૨૨) એ માથાના દુખાવાથી કંટાળીને અનાજમાં નાખવામાં બોરીક પાવડરની સાથે વધુ પડતી નીંદરની ગોળીઓ પી લેતા તેમને સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News