મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મજૂરી વાળા અધૂરા કામો પૂરા કરો, એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: જીતુભાઈ સોમાણી


SHARE





વાંકાનેરમાં મજૂરી વાળા અધૂરા કામો પૂરા કરો, એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: જીતુભાઈ સોમાણી

વાંકાનેર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે અને વિકાસને વેગ મળે તે માટે ધારાસભ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને વહીવટી મંજૂરી મળી ગઈ હોય તેવા અધૂરા કામો ઝડપથી પૂરા કરવા માટેની લેખિતમાં સૂચના આપી છે તેમજ પાણીનો પ્રશ્ન વાંકાનેરમાં કોઈ વિસ્તારમાં ન રહે તે રીતે એકાંતરા પાણી વિતરણની વ્યવસ્થા કરવા સૂચના આપેલ છે

વાંકાનેર શહેરના બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરાવવા વાંકાનેરઅન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું છે કે, વાંકાનેર નગરપાલિકા હસ્તકના જે કામોની તાંત્રિક તથા વહીવટી મંજૂરી મળી ગઈ હોય તેવા અધૂરા કામો  ઝડપ પૂર્ણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે હાલમાં વાંકાનેર શહેરના પ્રાણ સમાં બગીચાના કામ,  તેમજ શહેરના ૧૧૨ રસ્તાના કામો, પેડકમાં આવવા-જવા માટે નાનો પુલ, પોલીસ સ્ટેશન પાસે આવવા-જવા માટેનું નાલુ તેમજ  મિલ પ્લોટના અધૂરા રસ્તાની કામગીરીને ઝડપથી કરવી, લોકોના સુખાકારી માટે વાંકાનેરથી જડેશ્વર જતા રોડ પર એસ્સાર પંપથી પાલિકા હદ વિસ્તારમાં આવતા રોડની પહોળાઈ વધારવાનું કામ, ડીવાઈડર બનાવી ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટનું કામ, મામલતદાર ઓફીસથી અમરસર ફાટક સુધી સોલાર ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટ નાખવાનું કામ, જીનપરા હાઈવે જકાતનાકા થી અમરસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલ નાલા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ તેના ઉપર પેવિંગ બ્લોક કરાવવા તથા નળ સે જલ યોજના અંતર્ગત લોકોને એકાંતરે પાણી મળતું રહે તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે




Latest News