મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના મણિ મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો : ફોરેન્સિક પીએમ માટે ડેડબોડી રાજકોટ લઈ જવાયુ


SHARE





મોરબીના મણિ મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો : ફોરેન્સિક પીએમ માટે ડેડબોડી રાજકોટ લઈ જવાયુ

મોરબીના મણિ મંદિર પાસે દિવાલ નજીકથી કોવાયેલી હાલતમાં આશરે ત્રીસેક વર્ષના માનસિક અસ્વસ્થ ભિક્ષુક જેવા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને કોહવાઈ ગયેલી હાલતમાં હોય ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો હાલ મૃતકની ઓળખ થઈ શકતી ન હોય તે બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ત્રીસેક વર્ષનો હિન્દુ યુવાન માનસિક અસ્વથ હોય અને મધ્યમ બાંધાનો હોય ઊંચાઈ આશરે પાંચેક ફુટ અને તેના જમણા બાવળા ઉપર "આઈ મોમાઈ માંઁ" ત્રોફાવેલ હોય તેનું મોત નિપજેલ છે તેણે શરીરને બજરીયા કલરનું ટીશર્ટ અને કાળા જેવું પેન્ટ પહેરેલું છે પગના ભાગે ગેંગરીંગ થઈ ગયા બાદ પુરા શરીરમાં ગેંગરીન ફેલાઈ જતા તેનું મોત નિપજયુ હોય અને ડેડબોડી કોહવાઇ ગયેલી હાલતમાં શંકર આશ્રમના રેલવે પાટા નજીકથી મળી આવી હોય પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

મોરબી મણીમંદીર પાસે રેલ્વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીરની દીવાલ પાસે કોઇ અગમ્ય કારણોસર મરણ ગયેલ હાલતમા આશરે ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ડેડબોડી મળી આવેલ હોય અને ડેડબોડી કોહવાયેલ હાલતમાં હોય જેનુ રાજકોટ ફોરેન્સીક સાયન્સ મેડીકલ કોલેજમાં પી.એમ કરાવવા માટે લાશ પી.એમ બાદ રાજકોટ કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે.આ અજાણ્યા હિન્દુ યુવાનની લાશ જોતા શરીરે મધ્યમ બાંધોનો ચહેરો ગોળ છે, મરણ જનારના શરીરે બજરી કલરનુ મેલા જેવુ અડધી બાઇનુ ટી શર્ટ તથા કાળા જેવા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જમણા હાથમા “આઇ મોમાઇ માં” ત્રોફાવેલ છે અને મરણ જનારના નામની કે તેના સગા સંબંધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારની લાશ હાલે રાજકોટ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામાં આવેલ છે. આ બિનવારસી મૃતકની લાશના બાબતે કોઇને કડઇ માહીતી હોય તો મોરબી સીટી બી ડીવી પોસ્ટે ટેલીફોન નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૮ તથા વી.ડી.મેતા મો.નં-૯૬૮૭૬ ૯૩૩૦૨ નો સંપર્ક કરવો તેમ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન પીઆઇ પી.એ.દેકાવાડીયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News