મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

“તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?” સવાલ કરનારા સાવધાન


SHARE





(હિમાંશુ ભટ્ટ) કોઈપણ બાળકના ઘડતરમાં જેટલું યોગદાન તેના શિક્ષકનું હોય છે તેનાથી પણ વિશેષ યોગદાન જો કોઈનું હોય તો તે છે તેના પિતા.. કેમ કે, જીવનના દરેક ડગલે અને પગલે પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાતે જ આપીને અનુભવનું ભાથું સંતાનો માટે એકત્રિત કરનાર પિતા પાપા પગલીથી લઈને પગભર થવા સુધીમાં બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ખિસ્સા ભલે ખાલી હોય પણ મારી દીકરી કે મારા દીકરાને કોઈપણ પ્રકારની ઓછપ ન આવવી જોઈએ તેની સતત ચિંતા કરતાં દરેક પિતા દરરોજ સવાર પડેને તેના સંતાનો સહિત પરિવારના લોકો માટે સુખને શોધવા માટે ઘરની બહાર નીકળતા હોય છે

પિતા પરિવારનાએ સભ્ય હોય છે કે જે બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમ છતાં પણ તેની ક્યાકને ક્યાક અવગણના ચોક્કસ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આજકાલની આધુનિક ટેક્નોલૉજી વાળી પેઢી વાત વાતમાં એવું કહે કે, તમને ખબર ન પડે તમે શાંતિ રાખો અને ભણી ગયા પછી આર્થિક રીતે સધ્ધર થયેલા કેટલાક દીકરા તેના પિતાને ઘણી વખત એવું પૂછાતા હોય છે તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?... તેને કોણ સમજાવે કે તેઓની આખી જીંદગીની કમાણી જ તું છે ત્યારે રાત-દિવસ મહેનત કરીને પરિવારના ગુમનામ હીરો  સમાન પિતાને તેના સંતાનો પાસે પ્રેમ સિવાય બીજું કશું જોઈતું નથી હોતું ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે અગાઉ કરેલી ભૂલોને ભૂલીને તમારી લાઈફના રિયલ હિરોને સન્માનીત કરવાનું ચુકશો નહી

 




Latest News