હળવદ તાલુકાનાં રણમલપુરમાં કોંગ્રેસ-ભાજપ છોડીને ૫૦ કાર્યકરો “આપ”માં જોડાયા
મોરબીનાં ચકમપર-જીવાપર ગામ વચ્ચે ઘોડાદ્રાઈ નદી ઉપર બની રહેલા બ્રિજના કામમાં લોટ પાણીને લાકડા !
SHARE
મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમા છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
લોકોની સુખકરીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા રોડ રસ્ત અને પુલ ના કામ મંજૂર કરવામાં આવે છે જો કે સ્થાનિક અધિકારીઓની બેદરકારીના લીધે આ કામ નબળા કરવામાં આવે છે જેથી લોકોને હેરાન થવું પડે છે આવી જ સ્થિતિ મોરબી નજીકના ચકમપર અને જીવાપર ગામ પાસે છે કેમ કે, મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ સારું થાય તે માટે અથવા તો હલકી ગુણવત્તાનું કામ રોકવા માટે અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી હાલમાં કોન્ટ્રાકટર વર્ક ઓર્ડર મુજબ કામ કરતો નથી અને બ્રિજના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે અધિકારીઓની બેદરકારીના લીધે હલકી ગુણવત્તાનું બ્રિજનું કામ કરવામાં આવે અને ભવિષ્યમાં મોટી હોનારત થાય અથવા તો બ્રિજ તૂટી જાય તેમ છે જેથી કરીને આ કામ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી ચકમપર અને જીવાપર ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે