મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ
Breaking news
Morbi Today

“તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?” સવાલ કરનારા સાવધાન


SHARE















(હિમાંશુ ભટ્ટ) કોઈપણ બાળકના ઘડતરમાં જેટલું યોગદાન તેના શિક્ષકનું હોય છે તેનાથી પણ વિશેષ યોગદાન જો કોઈનું હોય તો તે છે તેના પિતા.. કેમ કે, જીવનના દરેક ડગલે અને પગલે પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાતે જ આપીને અનુભવનું ભાથું સંતાનો માટે એકત્રિત કરનાર પિતા પાપા પગલીથી લઈને પગભર થવા સુધીમાં બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ખિસ્સા ભલે ખાલી હોય પણ મારી દીકરી કે મારા દીકરાને કોઈપણ પ્રકારની ઓછપ ન આવવી જોઈએ તેની સતત ચિંતા કરતાં દરેક પિતા દરરોજ સવાર પડેને તેના સંતાનો સહિત પરિવારના લોકો માટે સુખને શોધવા માટે ઘરની બહાર નીકળતા હોય છે

પિતા પરિવારનાએ સભ્ય હોય છે કે જે બાળકના ઘડતર માટે અમૂલ્ય યોગદાન આપે છે તેમ છતાં પણ તેની ક્યાકને ક્યાક અવગણના ચોક્કસ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આજકાલની આધુનિક ટેક્નોલૉજી વાળી પેઢી વાત વાતમાં એવું કહે કે, તમને ખબર ન પડે તમે શાંતિ રાખો અને ભણી ગયા પછી આર્થિક રીતે સધ્ધર થયેલા કેટલાક દીકરા તેના પિતાને ઘણી વખત એવું પૂછાતા હોય છે તમે તમારી આખી જિંદગીમાં શું કમાણા ?... તેને કોણ સમજાવે કે તેઓની આખી જીંદગીની કમાણી જ તું છે ત્યારે રાત-દિવસ મહેનત કરીને પરિવારના ગુમનામ હીરો  સમાન પિતાને તેના સંતાનો પાસે પ્રેમ સિવાય બીજું કશું જોઈતું નથી હોતું ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે અગાઉ કરેલી ભૂલોને ભૂલીને તમારી લાઈફના રિયલ હિરોને સન્માનીત કરવાનું ચુકશો નહી

 






Latest News