ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ગળાફાંસો ખાઇ ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં ઘરમાં ગળાફાંસો ખાઇ ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા રામજી અવચર વરાણીયા (૨૪) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને જયાબેન કેશુભાઈ બારોટ (૭૫) રહે મચ્છુનગર દલવાડી હોટલ પાછળ કંડલા બાયપાસ રોડ મોરબી વાળા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને જમણા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ પાછળના ભાગમાં રહેતા માલુમા નારણભા ગદડીયા (૯૦) નામના વૃદ્ધા બાઇકમાં પાછળ બેઠેલ હતા અને મોરબીમાં આવેસ ગાયત્રી સોસાયટી પાસેથી રોડ ઉપર ચડતા સમયે રસ્તામાં બમ્પ આવતા બાઈકની પાછળ બેઠેલ માલુમા નારણભા ગદડીયા નીચે પટકાયા હતા જેથી કરીને તેને ડાબા પગના થાપામાં ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News