મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી


SHARE









મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી

મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના જે યુવાનોને છેલ્લા એક વર્ષમાં લગ્ન થયા હોય તે તમામ યુવાનો એકો સાથે દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે મોરબીના માધાપર વિસ્તારમા આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે તેવી જ રીતે વિક્રમ સવંત ૨૦૭૮ ભીમ અગિયારસથી વિક્રમ સવંત ૨૦૭૯ ભીમ અગિયારસ સુધીના વર્ષ દરમિયાન માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જે દીકરાઓના લગ્ન થયા હતા તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમને રવિવારે સામૂહિક દર્શન કરવા માટે આવ્યા હતા અને રામચંદ્રના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી અને ત્યારે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ તકે ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રભાઈ કંઝારીય, ડાયાભાઈ ડાભી, શાંતિલાલભાઈ સોનગ્રા, પ્રેમજીભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા




Latest News