મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દૂધનો ધંધો કરતા આધેડને હડફેટ લઈ મોત નીપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE













મોરબીમાં દૂધનો ધંધો કરતા આધેડને હડફેટ લઈ મોત નીપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડ લક્ષ્મીનગર ગામે દૂધ લેવા માટે જતા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા પટેલ આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું આ બનાવમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેમા હાલમાં તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અને દૂધનો ધંધો કરતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણી જાતે પટેલ (ઉમર ૫૦) તા.૨૨-૪ ના રોજ વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘરેથી તેઓ દૂધનો ધંધો કરતા હોય દૂધ લેવા માટે લક્ષ્મીનગર ગામ બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે માળિયા હાઇવે ઉપર આવેલ બસ સ્ટેશન નજીક તેઓના બાઇક નંબર જીજે ૩ એફએલ ૧૫૪૫ ને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું. જેથી ઘટના સ્થળે જ કિરણભાઈ નરસીભાઈ ભોજાણીનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા નીલ કિરણભાઈ ભોજાણી (૨૨) એ ટ્રક નંબર જીજે ૧૨ એયું ૫૮૦૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી તે બનાવમાં હાલમાં તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવા તથા રાઇટર વિજય સવસેટાએ આરોપી ટ્રક ચાલક ગુલાબસિંગ રાણાજી સોઢા જાતે દરબાર (ઉમર ૪૨) રહે.આશાપર ગામ માતાના મઢ પાસે તા.લખપત જી.કચ્છ(ભુજ) ની ધરપરડ કરીને આગળની રાબેતા મુજબની તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનને પેટના ભાગે પતરુ વાગ્યું હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પરવેઝ અબ્દુલ ગફાર (૩૦) નામનો યુવાન રેલ્વે સ્ટેશન ખાડા વિસ્તાર વીસીપરામાં રહે છે અને ત્યાં જપાજપીનો બનાવ બન્યો હતો ત્યારે પતરું તેના પેટના ભાગે વાગી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News