હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ પાસે બે બાઇક ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીની પાવડિયારી કેનાલ પાસે બે બાઇક ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીની પાવડિયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ નજીક પાર્ક કરેલા વાહનોમાંથી સમયાંતરે બે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા બે યુવાનો દ્વારા બાઇક ચોરીની બે ફરિયાદ હાલમાં નોંધાવવામાં આવેલ છે જેથી કુલ મળીને ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરીના ગુના નોંધીને પોલીસે અગાઉ ચોરાઉ બાઇક સાથે પકડાયેલા શખ્સની આ ચોરીના ગુનામાં ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડિયારી ગામ પાસે મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ પ્રભુદાસભાઈ આસરા જાતે ખત્રી (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડે પાવડીયારી કેનાલ પાસે શાક માર્કેટે તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩ સીએચ ૦૨૭૩ લઈને ગયા હતા જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબી તાલુકાના શાપર ગામે રહેતા ક્રિપાલભાઈ મનુભાઈ અઘારા જાતે કોળી (૨૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીના જેતપર વડે પાવડીયારી કેનાલ પાસે શાક માર્કેટ નજીક તેઓએ પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇએફ ૧૯૦૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની તેણે ફરિયાદ નોંધાવેલ છે આ બંને ચોરીના ગુનામાં અગાઉ ચોરાઉ બાઇક સાથે પકડાયેલા આરોપી જયંતીભાઈ પ્રભુભાઈ બાડા જાતે કોળી (૨૭) રહે. ભીમાસર તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, પહેલા ચોરને પકડાયા પછી હાલમાં બાઇક ચોરીની ફરિયાદો લેવામાં આવી રહી છે




Latest News