મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીના ઘૂટું રોડે ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ એન્જલ સિરામિક સામે ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથા, હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે સ્કૂટરમાં પાછળના ભાગે બેઠેલા વ્યક્તિને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન મૂકીને નાસી ગયો હોય હાલમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા મુકેશભાઈ અરજણભાઈ મહાલીયા જાતે અનુ. જાતિ (૫૪)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૬ વી ૩૭૦૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જુના ઘૂટું રોડે એન્જલ સિરામિક પાસેથી એકટીવા જીજે ૩૩ એચ ૪૭૫૨ લઈને તેઓના ભાઈ નરભેરામભાઇ અરજણભાઈ મહાલીયા (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવામાં પાછળના ભાગે મનોજભાઈ સોલંકી બેઠેલા હતા દરમિયાન આરોપી ટ્રક ચાલકે તેઓના ભાઈના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ફરિયાદીના ભાઈને માથા, જમણા હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મનોજભાઈ સોલંકીને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News